સ્ક્વેર કટ | અધીર અમદાવાદી | ૩૦-૦૮-૨૦૨૬ ગુજરાત સમાચાર રવિપૂર્તિ
· આટલું બધું ભેળસેળવાળુ બનાવે અને વેચે છે, એ લોકોની સજા શું હોવી જોઈએ?
- રાજેશકુમાર
દરજી, અમદાવાદ
~ માંદા પડે તો ભેળસેળવાળી દવાઓ પછી સ્મશાનમાં ભીનાં લાકડાં.
· પતિ-પત્નીના સંબંધમાં દોસ્તી વચ્ચે આવે તો સંબંધ તોડાય કે દોસ્તી?
- કિંજલ
ચૌધરી, બનાસકાંઠા
~ દોસ્તી સાથે આવે, વચ્ચે નહીં.
· જિંદગી જીવી કોને કહેવાય અને પસાર કરી કોને કહેવાય?
- જેનાબ
બલોચ, વડોદરા
~ અમદાવાદી ફાફડા જલેબી ખાવ એ જીવી ગયા, બાકી બધુ પસાર
કર્યું કહેવાય.
· નિરાંતે કયું કામ કરાય?
- નયનભાઈ
પટેલ, ભરૂચ
~ અનાનસ છોલવાનું.
· ક્રિકેટ વધારે ચડિયાતું કે ફૂટબૉલ?
- અંશ મેવાડા
,
પાલનપુર
~ ક્રિકેટમાં અપજશના ચાન્સ વધારે હોં !
· ટૂંકા ગાળામાં પેટ્રોલના ભાવ ઘટવાની શક્યતા કેટલી?
- દિપકભાઈ
મહેશચંદ્ર પંડ્યા, બીલીમોરા
~ જેટલી તમારી હામાં તમારી પત્ની હા કરે એટલી.
· ફુવા અને કૂવા વચ્ચે શું સમાનતા છે?
- રાકેશ પટેલ, અમદાવાદ
~ બેઉ ઉછળે છે.
· ‘સાંજે જમવામાં શું બનાવું’ સવાલનો જવાબ તમે શું આપો છો?
- તૃપ્તિ
ઠાકર, અમદાવાદ
~ ‘તને ગમે તે’ તો નથી જ આપતો, નહીંતર દાળઢોકળી ખાવી પડે.
· ચોમાસાના દિવસ છે, છત્રી ગોળાકાર જ કેમ હોય છે?
-શશિકાંત જે. દેસલે, સનિયા કણદે, સુરત
~ છત્રી દિવસે જ નહીં રાત્રે, અને શિયાળા-ઉનાળામાં પણ ગોળ જ
હોય છે.
· પેપર લીકની જેમ ઘરની છત લીક થાય તો આંદોલન કરવા ક્યાં
જવું?
- અરવિંદ ચૌહાણ, મોદજ
~ છત પર.
- વિનોદભાઈ
પરમાર, સુરત
~ અજીબ દાસ્તાં હૈ યે. કહાં શૂરુ કહાં ખતમ...
· ચાઈનીઝ પફમાં ઉંદર બેક્ડ કરેલો મળે તો એ ઑથેન્ટિક ચાઈનીઝ કહેવાય?
- રુચિર દવે, જામનગર.
~ ચાખ્યા સિવાય કશું કહી ના શકાય.
· દેશી છુટાછેડા અને વિદેશી છુટાછેડા વચ્ચે ફરક કેટલો?
- ઘનશયામ એચ.
ભરુચા, વિરાર
~ હવે એમાં ડેસ્ટિનેશન છૂટાછેડા ના હોય !
· આ AI માણસને ‘પોપટ’ બનાવી દેશે?
- રોહિત 'કર્મ', હિમ્મતનગર
~ ચપટીમાં.
· શું વરસાદ તોફાની બેટિંગ જ કરે? બોલિંગ કેમ નહીં?
- અમૃત
સોલંકી, બોટાદ
~ વરસાદની તોફાની બેટિંગ પછી મેદાનમાં પાણી ભરાઈ જાય. પછી બોલિંગ ના આવે.
· ઘડિયાળ
ફાસ્ટ ક્યારે ચાલે અને સ્લો ક્યારે ચાલે?
- ઈબ્રાહીમ ગરાસિયા, વડોદરા
~ પત્નીને અનુક્રમે સ્ટેશન લેવા અને મૂકવા જતાં.
· પત્નીના હાથમાં પગાર આપવાના ફાયદા-ગેરફાયદા શું?
- મહાસુખ
દરજી, અમદાવાદ
~ તમને ઓવરટાઈમ
કરવાનું કારણ મળે. ઓવરટાઈમ કરો એટલે ઘેર ધુલાઈ થાય.
· પ્રેમ તથા કાનૂન બન્ને આંધળા શા માટે કહેવાય છે?
- યોગેશભાઈ
આર જોશી, હાલોલ
~ પહેલામાં આંખ
પર પટ્ટી હોય છે અને બીજામાં દિમાગ પર.
· ભ્રષ્ટાચાર દરેક જગ્યાએ વધી રહ્યો છે, કયારે આ ભૂખ ભાંગશે?
- કિશોર ભટી, વાંકાનેર
~ ૩૦મી
ફ્રેબ્રુઆરીએ.
· તમે આવા રમૂજી જવાબ આપવા માટે શું ખાવ છો?
- જ્યોતિષ પાઠક, વડોદરા
~ માર. કોનો એ કહેવું પડશે?
No comments:
Post a Comment