Sunday, September 14, 2014

બે યાર !



બે યાર ! 

હંમેશની જેમ ફિલ્મ જોવા અને મુવી લખવા માટે મોડો છું. બધાને ખબર છે કે રીવ્યુ લખવો એ મારું કામ નથી એટલે મોડો મોડો પણ ચાલે. લેખકોએ આખા આર્ટીકલ લખીને ફિલ્મને અપ્રીસીએટ કરી છે, અને એ યોગ્ય જ છે. એકંદરે મસ્ત મઝાની ફિલ્મ બની છે. ટીમ અભિષેકને અભિનંદન ...

  • રવિવારે શો હાઉસફુલ હતો એમાં ટીકીટ મળી ખરેખર નસીબ હતું બે યાર!
  • ફિલ્મનાં હીરો ચકાના પપ્પા ચાની લારી કરીને આગળ આવ્યા છે એવું બતાવ્યું છે એમ છતાં અમુક ગુજરાતી લેખકોએ ફિલ્મનાં વખાણ કર્યા છે, તે અમારા માટે સુખદ આશ્ચર્યની વાત છે બે યાર
  •  
  • બે યાર, ચકાનાં પપ્પાની હોટલમાં કોઈ ઘરાક દેખાતાં નથી, અલગ વાત છે...
  • ફિલ્મમાં એકંદરે ચૌદેક વખત જુદાજુદા લોકોની જુદાજુદા કારણસર ફાટી પડે છે. અને લોકો પાછાં બિન્દાસ્ત જાહેર કરે છે કે બોસ મારી ફાટી પડી .... આવું હજુ સુધી કોઈ ગુજરાતી પિકચરમાં થયું નથી બે યાર!
  • ફિલ્મમાં અદાકારો છથી સાત જુદીજુદી એક્સેન્ટમાં ગુજરાતી અને બે-ત્રણ એક્સેન્ટમાં હિન્દી ઉપરાંત ફ્રેંચ પણ છે. ફ્રેંચ સાચી બોલે છે કે નહી તે આપણને ખબર પડી અલગ વાત છે. અમદાવાદી વાતચીતનાં શબ્દો જેવા કે ટોપા, ફાટી પડી છે પરફેક્ટ વપરાયા છે બે યાર !
  • જોકે ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટરનાં (પ્રશાંત બારોટ) મોઢે જીજે-૦૨ સાંભળવાની ખાસ મઝા આવી બે યાર !
  • ઘણી બધી જગ્યાએ મેનર્સ બાજુમાં મુકીને હસવાની મઝા પડી ગઈ. સરસ ડાયલોગ્સ છે બે યાર !
  • ગુજરાત કોલેજ, માણેક ચોક, એલિસબ્રીજ અને નર્મદા કેનાલનો લોકેશન તરીકે સરસ ઉપયોગ કર્યો છે બે યાર! એલિસબ્રીજને થોડાક વધારે અજવાળામાં લેત તો વધારે ગમત.
  • હિરોઈનનો રોલ હિન્દી ફિલ્મની હિરોઈન જેવો છે, એણે ખાસ કંઈ કરવાનું નથી. એનાં એક્સેન્ટથી કેટરિના યાદ આવી ગઈ બે યાર !
  • ટૂંકમાં ફિલ્મ ફૂલ એન્ટરટેઈનમેન્ટ છે બે યાર!
  • ફિલ્મ તમે હજુ જોઈ હોય તો જોઈ આવજો. ટીવી પર આવશે એવી અમદાવાદીની જેમ રાહ જોવા બેસશો, આમેય ટીકીટ ૮૦ની છે અને પણ રવિવારે બે યાર!

No comments:

Post a Comment