Tuesday, September 16, 2014

ચીનના પ્રમુખની અમદાવાદ મુલાકાતનાં અગિયાર આઘાત-પ્રત્યાઘાત


અવળી નજરે: અધીર-બધિર અમદાવાદી ૧૬-૦૯-૨૦૧૪
  • ચીનના પ્રવક્તાએ જણાવ્યું છે કે અમારા પ્રમુખને જો રોટલા, ખીચડી અને લાઈવ ઢોકળા ખવડાવવામાં આવશે તો સામે ચીન યાત્રા વખતે ભારતીય વડાપ્રધાન-પ્રમુખ અમારી “લાઈવ” આઈટેમ્સ ખાવ તૈયાર રહે.
  • ચીની પ્રમુખની મુલાકાતને કારણે ફૂટપાથ, રેલીંગને રંગરોગાન કરવામાં આવ્યા એ અંગે અમદાવાદ મુનસીટાપલી પરચુરણ કોન્ટ્રકટર એસોસિયેશને હર્ષ વ્યક્ત કર્યો.
  • જોકે અમુક રસ્તાઓ ઉપર ડામર પાથરવાની કામગીરીને અમદાવાદ ટ્યુબ ટાયર એસોસિયેશન, ઓર્થોપેડીક અને સ્પાઈન સર્જન્સ એસોસિયેશને વખોડી કાઢી હતી. 
  •  
  • ચીની પ્રમુખની આ મુલાકાતનાં સંદર્ભે વડાપ્રધાને “અમદાવાદી ચીની ભાઈ ભાઈ” એવું વધું એક નવું સૂત્ર વહેતું કર્યું હતું.
  • વડોદરા મહાનમગર પાલિકાએ ચીન સાથે મગર એક્સપોર્ટ કરવા માટે કરાર કર્યા.
  • રીલીફ રોડ ચાઈનીઝ મોબાઈલ અને એસેસરી માર્કેટ તરફથી ચીની પ્રમુખનું ફૂલહારથી સ્વાગત કરાયું.
  • અમદાવાદીઓને ઝીણી આંખ કરી જોતાં નિહાળી ચીની પ્રમુખ ‘શું આ લોકો અમારી નકલ તો નથી કરતાં ને?’ એવું સમજ્યા હતાં જોકે પછી મુનસીટાપલી કમિશનરે એમને સમજાવ્યું હતું કે રસ્તા ઉપર ઉડતી ધૂળને લઈને લોકોને ઝીણી આંખ કરીને જોવાની ટેવ પડી ગઈ છે.
  • રસ્તે રખડતાં કૂતરા જોઈ ચીની પ્રમુખે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે ‘લોકો આમને ખાઈ નથી જતાં?’
  • અમદાવાદ ચાઈનીઝ પ્રોડક્ટ ઘુસાડું વેપારી મંડળે ચીની પ્રમુખને આવેદનપત્ર આપી વેપારીઓ ચાઈનીઝ આઇટમ વેચ્યા પછી કસ્ટમર્સ તરફથી ખાવા મળતી ગાળો અને અન્ય સંબંધિત અસુવિધાથી વાકેફ કર્યા.
  • ભારતના વડાપ્રધાને જેમ જાપાનમાં ઢોલ વગાડ્યા હતાં એમ ચીની પ્રમુખ કુમ્ફું કરાટેનાં દાવપેચ બતાવશે એ આશાએ રીવરફ્રન્ટ ગયેલી પબ્લિક નિરાશ થઈ પાછી ફરી હતી.
  • જોકે ચાઈનીઝ દોરીથી રીવરફ્રન્ટ પર પતંગ ચગાવી ચીની પ્રમુખે લોકોને આશ્ચર્યચકિત કરી નાખ્યા હતાં. વિરોધ પક્ષોએ વપરાયેલી ચાઈનીઝ દોરી પ્રતિબંધિત હતી એવી કાગારોળ મચાવી હતી.

No comments:

Post a Comment