Monday, November 07, 2011

તહેવારના દિવસે ખીચડી ન કરાય


| સંદેશ  | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૦૬-૧૧-૨૦૧૧ | અધીર અમદાવાદી |

બેસતાં વરસે શરૂઆતમાં ઇચ્છાથી અને પછી મજબુરીથી જાત જાતના કોરાં નાસ્તા, મીઠાઈઓ અને દૂધ કોલ્ડ્રીંકસ પી-પીને કંટાળેલો ગુજરાતી ભાયડો ત્રી આવે ત્યાં સુધીમાં તો ખીચડી માટે વલખાં મારતો થઈ જાય છે. આવામાં જો પત્ની લોકશાહીની ઉચ્ચ પરંપરા મુજબ ભૂલેચૂકે પૂછી બેસે કે આજે હું શું બનાવું? તો જવાબ ૧૦૦% ખીચડી મળે. પણ સારા કે તહેવારના દિવસે ખીચડી ના બનાવાય એમ કહી પત્ની તમારા ખીચડીભર્યા અરમાનો પર ભાખરી-શાક ફેરવી દેશે. ખીચડી બીમાર, બોખા અને બદનસીબ લોકોનો ખોરાક ગણાય છે, કદાચ એટલે તહેવારના દિવસોમાં ખીચડી ન બનાવાય એવો રિવાજ ચાલ્યો આવે છે. પણ આ રિવાજ આવ્યો ક્યાંથી? આજે નહી તો કાલે આવનારી પેઢી આવાં સવાલો કરે તો એનાં જવાબો ઇન્ટરનેટ પર મળી રહે તે હેતુથી અમે ખાસા સંશોધન બાદ આ રિવાજનું મૂળ શોધી કાઢયું છે. તો લો વાંચો આ રિવાજ કઈ રીતે આવ્યો તે.

વન્સ અપોન ટાઇમ.... મેની ઇયર્સ પહેલાની આ વાત છે. અહમેડાબાદ નામે એક સરસ, ચોખ્ખું અને અમેઝીંગ સીટી હતુ. એમાં ડિફરંટ ડિફરંટ ટાઇપનાં લોકો રહેતાં હતાં. છેક અમેરિકા, ફ્રાંસ, ઇંગ્લેન્, ગ્રીસ અને રોમથી લોકો અમદાવાદનાં  હોસ્પિટલોની હવા ખાવા આવતાં હતાં. અહિંની જેલનાં ભજિયાં એટલાં ફેમસ હતાં કે છેક ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહારથી ગેન્ગસ્ટર એરેસ્ટ થવાં માટે અમદાવાદ આવતા હતાં. સિટીની એવોર્ વિજેતા બસ સર્વિસમાં બેસવા છેક આફ્રિકાનાં  દેશોમાંથી સ્ટીમરો ભરીને લોકો આવતાં હતાં. આવાં અહમેડાબાદના તહેવારો અને રસ્તાઓ ઘણાં વાઈબ્રન્ટ હતાં.

આવા વાઈબ્રન્ટ સીટીનાં હોલિવુડ એરિયામા ચકો અને ચકી કરીને એક હેપી કપલ રહેતું હતુ. બંને નોકરી કરતાં હતાં. ચકો સોફટવેર કંપનીમાં પ્રોગ્રામર હતો અને ચકી કોલ્સેંટરમાં નોકરી કરતી હતી. એમનાં સુખની બધાને ઇર્ષ્યા આવતી હતી. ચકી ઘણી કોઓપરેટીવ હતી અને ઘરનાં નાના મોટા બધાં કામમાં એ ચકાને મદદ કરતી હતી. ચકી કોલ સેન્ટરની નોકરીમાં બોલી બોલીને થાકી જાય એટલે ઘેર આવ્યાં પછી એ ખાસ બોલતી નહોતી. ઘણી વખત તો દિવસો સુધી ચકાને ચકીનો અવા પણ સાંભળવા ન મળે તેમ પણ બનતું તું. એવાં સમયે ચકો કોલ સેન્ટર પર ફોન કરી ગ્રાહક તરીકે એની સાથે વાત કરી લેતો હતો. વાત પૂરી થાય ત્યારે હું આપની બીજી શું સેવા કરી શકું? એ સાંભળવું ચકાને ખુબ ગમતું તું.  

પણ બંને જણા નોકરી કરતા હોવાથી એમને રસોઈ બનાવવાનો સમય નહોતો મળતો. એટલે તેઓ રો ટીફીન મંગાવતા હતા. પહેલાં એમણે પાસ્તા અને ચાઈનીઝનાં ટીફીન પણ બંધાવ્યા હતાં. પણ અન્ય ચાઈનીઝ માલની જેમ ખાધેલું ક્યારેક સાંજ સુધી તો ક્યારેક અઠવાડિયા સુધી પરેશાન કરતું તું. પેટની તકલીફને લીધે રો ઓફિસ જવાનું પણ મોડું થતું તું. એટલે એમણે ચાઈનીઝ ટીફીન બંધ કરી છેલ્લા મહિનાથી પીઝા હટનું ટીફીન બંધાવ્યું તું. પણ પછી રોજરો પીઝા ખાઇને એ લોકો પાછાં બોર થઇ ગયાં હતાં. એવામાં ગુજરાતી ન્યુ યર આવ્યું. બંનેને ત્રણ દિવસની રજા હતી. ચકો કહે, ચાલ આજે આપણે ઘેર કશુંક ટ્રાય કરીએ. ચકી કહે વાઉ, ફેન્ટેસ્ટીક આઇડીયા, એન્ સો રોમેંટીક ડિયર! સારુ, એક કામ કર, તું રાઇસ લઇ આવ, આઇ વીલ બ્રીંગ દાલ, એન્ લેટસ મેક ખીચડી ટૂ ગેધર!

સો બોથ વેંટ આઉટસાઇડ. વોલમાર્ટમાથી દાળ-રાઈસ પરચેઝ કરીને બંને જણા પોતપોતાની કારમાં પાછાં આવ્યાં. પછી એક મોટા બાઉલમાં રાઇસ અને દાલ નાખીને ઇંટરનેટ પર કેટલુ પાણી નાખવું તે માટે પોતપોતાનાં લેપટોપમાં ગુગલ સર્ચ કરવાં લાગ્યાં. પણ એક જણને ચાર ક્પ અને બીજા ને કપ એવો સર્ચ રિસ્પોન્સ મળ્યો. એટલે એમણે એવરે કરીને એકંદરે પાંચ કપ પાણી નાખ્યું. ને પછી માઇક્રોવેવ ઓન કરી દીધુ. વીસ મીનીટ પછી, એમણે ડીનર સર્વ કર્યુ. બોથ એટ વેલ. ચકાને તો ટેસ્ટી લાગ્યું, અને ચકીને ડિફરન્ટ. બટ એમને એ ખબર ન પડી કે જે બન્યું એને ખીચડી કહેવાય કે પછી સુપ? સો, એમણે નક્કી કર્યુ કે હવે ન્યુ યર કે એવા સારા દિવસે ખીચડી, નેવર! ને એમણે એમનો અનુભવ બ્લોગ પર શેર કર્યો, ત્યારથી લોકો સારા કે તહેવારના દિવસે ખીચડી બનાવતાં નથી!
  
-બકા
તમન્ના તો ઘણીયે છે કે હોન્ડા સીટીમાં ફરું બકા,
પણ લ્યુનાનાં ચઢેલા હપ્તા તો પહેલા ભરું બકા!


3 comments:

 1. ચકા-ચકી ના અમથા ચાલુ કરેલા રીવાજ બકા
  ત્રણ દી પેટ ની પીટી કરાવી ને જ આવે વાજ બકા
  રુચિર દવે

  ReplyDelete
  Replies
  1. ચકો ખીચડી ખાઈને સુઈ ગયો અને
   ચકી રહી ભૂખી રહી ભૂખી બકા,
   ત્યાર થી કહે છે ચકી , ચકાને,
   તહેવારને દિ,ખીચડી બંધ, બકા,

   Delete