Friday, June 07, 2013

યે જવાની હે દીવાની સ્લો પોઈઝન છે

યે જવાની ... સ્લો પોઈઝન છે. એટલું સ્લો કે એ સાલું મારતું પણ નથી. ‘દિલ ચાહતા હૈ ..’ નું એક વધુ વર્ઝન એવું આ યે જવાની ... માં સ્ટોરી કંઈ નથી છતાં એમ કહી શકાય કે સ્ટોરી બે બેફીકરા દોસ્ત અને એમની એક ઘોડા જેવા દાંત અને આફ્રિકન સ્ત્રી જેવા હોઠવાળી વિદેશી દેખાતી દોસ્ત (કલ્કી)ની આસપાસ છે જે ટોળકીમાં એક ચશ્મીસ સીરીયસ ટાઈપ (અન્ગુરની દીપ્તિ નવલ જેવી દેખાતી) દીપિકા ઉમેરાય છે. બેફીકરા છોકરાં દાઢી ન કરે એ નાતે વિદ્યાનો દિયોર (આદિત્ય) ફૂલ દાઢીમાં અને આપણો ચોકલેટ બોય હાફ શેવમાં ફરે છે.

 આ તરફ કરણ જોહરના ધર્મા  પ્રોડક્શનની બનાવેલી આ ફિલ્મમાં ‘કલ હો ન હો’ ની જેમ જ હિરોઈનનું નામ નેના છે અને આ નેનાનાં ચશ્માં પણ એન્ટીક છે. દીપિકા ફિલ્મ આગળ વધે પછી અપેક્ષિત રીતે પાંસળીથી કેડ સુધી પેટની ગોરી સપાટ સપાટી અને કમરના આછાપાતળા વળાંકો પ્રેક્ષકો માટે ખુલ્લા મૂકે છે. પણ એનાંથી પ્રેક્ષકો કે રણબીર રીઝતાં નથી. સ્કુલથી સ્ટુડીયસ અને ચશ્મીસ એવી નેના ડોક્ટર થયા પછી પણ, અને અન્ય ડિઝાઈનર કપડાં પહેરવા છતાં ચશ્માં તો પેલા એન્ટીક જ પહેરે છે. ડોક્ટર હોવા છતાં એને ચશ્માના નંબર ઉતારવાના ઓપરેશનમાં વિશ્વાસ નથી એવું પણ ડાયરેક્ટર આડકતરી રીતે કહેવા માંગે છે.


આખું ટોળું ટ્રેકિંગ કરવાં મનાલી જાય છે. અને ત્યાં સુંદર પગવાળી, સુંદર નહી, છોકરીઓ સ્કર્ટ અને શોર્ટ પહેરીને ટ્રેકિંગ કરે છે. આપણી નેના હજુ ઇન્ટ્રોવર્ટ છે, ભણવાની બુક્સ લઈને એ ટ્રેકિંગ કરવા આવી છે પણ મારામારીથી માંડીને ટ્રેકિંગમાં એ સૌથી આગળ છે. અડધી ફિલ્મ આ નેનાને કન્વર્ટ થતી બતાવવામાં બરબાદ થાય છે. જોકે અંતે કોણ કન્વર્ટ થાય છે એ જાણવા માટે તમારે આ ફિલ્મ જોવાની જરૂર નથી. ફિલ્મનો અંત મુવી રીવ્યુમાં ન કહેવો એવો રીવાજ છે એટલે નથી કહેતો પણ વેક અપ અને દિલ ચાહતા હૈ જોયું હોય એમનાં માટે આ કેબીસીમાં પૂછાતા પહેલાં સવાલ જેટલો સહેલો પ્રશ્ન છે.

વેક અપ સિડની જેમ રણબીર અહિં ફોટોગ્રાફર કમ વિડીયોગ્રાફર તરીકે ટીવી શો કરે છે. એનો મુડ અષાઢના તડકાની જેમ વારેવારે બદલાયા કરે છે. લાઈફમાં બધું જોવા માંગતો રણબીર અમેરિકા જાય છે પણ જતાં જતાં એ નેનાના નેનોમાં પ્રેમ નથી જોઈ શકતો. છેવટે પેલી ઘોડાદાંતના લગનમાં એ આઠ વરસે પાછો આવે છે. રણબીર સુપર સ્ટાર બની રહ્યો છે એવું ઘોંઘાટિયા ‘બદતમીઝ’ ગીતમાં આદિત્યની બાદબાકીથી લાગે છે. વચ્ચેના સમયમાં વિદ્યાના દીયોરે બાર ખોલ્યો હોય છે, ઘરાક ન આવે તો દિવસના અંતે તુંન્ન્ન થઈને પડી તો શકાય ને એટલે. ફિલ્મમાં દારૂનું એટલું પ્રાધાન્ય છે કે ઘોડાદાંતના લગ્ન પ્રસંગમાં લોકોને ખાતાં એકપણ વાર નથી બતાવ્યા ખાલી પીતાં જ બતાવ્યા છે. પણ રાજસ્થાનના ઉદેપુરમાં લગ્ન હોય અને ખાવાનું ન હોય એવું તો બને જ ક્યાંથી? આખી ફિલ્મમાં એટલી વાર દારુની બાટલી ખુલી છે કે ગ્લાસમાં રેડાયો છે કે ફિલ્મ ગુજરાતમાં બની હોય એવું લાગે છે. કરણ ઢીલ્લાના ભેજામાં જે ઘુસ્યું તે ખરું !

અંતમાં ચોકલેટી પેરીસ જશે કે નેનાના પ્રેમમાં પડી ઇન્ડિયા રોકાઈ જશે, એ જોવા રૂપિયા ન ખર્ચતા, ક્યાંક ધર્માદા કરી દેજો !

13 comments:

 1. This comment has been removed by the author.

  ReplyDelete
 2. ખરેખર સાવ બકવાસ મૂવી.....

  ReplyDelete
 3. The view and review are obvious(!) However, what I really like is that u r not carried away by the stupid hype created by it.....and even try to be charitable in one or the other department of that film!!!!!!

  ReplyDelete
 4. short write up good chhe :) songs sunno enjoy karo :p

  ReplyDelete
 5. ઘોડાદાંતના લગનમાં એ આઠ વરસે પાછો આવે છે. રણબીર સુપર સ્ટાર બની રહ્યો છે એવું ઘોંઘાટિયા ‘બદતમીઝ’ ગીતમાં આદિત્યની બાદબાકીથી લાગે છે. વચ્ચેના સમયમાં વિદ્યાના દીયોરે બાર ખોલ્યો હોય છે, ઘરાક ન આવે તો દિવસના અંતે તુંન્ન્ન થઈને પડી તો શકાય ને એટલે.


  hahahahaha..super funny...I kindaa had this feeling about movie...thx for sharing..

  ReplyDelete
 6. અધીર અમદાવાદી : I am Not Agree with you.. This film taught young generation a lot...It was really relevant scenes with todays generation and the lesson learnt and so many smaller things which you might have ignored was really superb ! :)

  ReplyDelete