Friday, December 06, 2013

કેન્દ્ર સરકારના કુટુંબ કલ્યાણ વિભાગ દ્વારા વર્જીનીટી એલાવાન્સની જાહેરાત

by Adhir Amdavadi

પ્રખ્યાત  ટૉક શૉ કૉફિ વિથ કરણમાં સુપરસ્ટાર સલમાન ખાને હું વર્જિન છું એમ કહીને સૌને ચૌંકાવી દીધા, સાથે જ ન્યૂઝ પેપર્સની હેડલાઇન્સમાં પણ સ્થાન મેળવ્યુ. સલમાન ખાનનાં નિવેદનથી સરકાર સફાળી જાગી હતી, કેન્દ્ર સરકારના કુટુંબ કલ્યાણ વિભાગ દ્વારા વર્જીનીટી એલાવાન્સની જાહેરાત કરવામાં આવી હતી. સલમાનનાં નિવેદન બાદ કેટલાક લોકોના રિએક્શન વાંચો અધીર અમદાવાદીની કલમે....
  • આ સમાચાર સાંભળીને ઐશ્વર્યા ‘વ્હોટ અ ...’ કરીને કોઈ ગાળ બોલી હતી એવું નજરે જોનાર સાક્ષીએ કહ્યું હતું.
  • આમ છતાં અભિષેકના લગ્ન જીવનમાં આ સમાચાર સાંભળી નવેસરથી બહાર આવી છે.
  • મહમ્મદ અઝહરુદ્દીને આ સમાચાર સાંભળીને પશ્ચાતવર્તી ઈફેક્ટથી પાર્ટી આપી હતી.
  • સલમાનને પગલે પગલે કેટરિનાએ પણ સ્પેન ગયા સુધી વર્જીન હોવાનો દાવો કર્યો. જોકે રણબીરે આ બાબતે સુચક મૌન ધારણ કર્યું છે. નીતુ સિંઘે આ વિષયે કશું કીધું નથી અને રિશી કપૂરે ‘આઈ એમ પ્રાઉડ ઓફ માય સન’ એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું.
  • સની લીઓને પણ કીધું કે ‘હું તો કે દાડાની કહું છું કે હું પણ વર્જીન જ છું પણ મારું ક્યાં કોઈ સાંભળે છે.’
  • રાખી સાવંતે તો પોતે કદી કિસ પણ નથી ‘આપી’ તેવું જાહેર કર્યું છે.
  • અક્ષય કુમારે પોતાના આગવા અંદાજમાં જણાવ્યું હતું કે ‘પંજાબી ન કભી વર-જીન હોતે હૈ ન કભી વર-રમ હોતે હૈ, પંજાબી બડે વરસેટાઈલ હોતે હે’.
  • વર્જીનીટી ઈશ્યુથી કંટાળેલી મહિલા મંડળોએ સલમાન ખાન વર્જીન હોય તો એવું પ્રુવ કરવા માંગ કરી છે.








  • અમુક જુથે લોકસભામાં વર્જીન ઉમેદવારો માટે રિઝર્વેશનની માંગણી કરી હતી.
  • ડમ્બ શરાડ હંસાએ પ્રફુલને પૂછ્યું કે ‘પ્રફુલ વોટ ઇઝ વરજીન?’ જેના જવાબમાં જીનીયસ પ્રફુલે જણાવ્યું કે ‘વર-જીન હંસાઆઆ..... વર રાજા કિ શેરવાની સિલાઈ કરકે દરજીને વાપસ ના દી હો ઓર વર રાજા જીન્સ પહેનકે શાદી કરને જાયે તો ઉસે વર-જીન કહતે હૈ, વર-જીન્સ, વર-જીન ... ત્યોઉં ત્યોઉં ત્યોઉં ....
  • કેન્દ્ર સરકારના કુટુંબ કલ્યાણ વિભાગ દ્વારા વર્જીન એલાવાન્સની જાહેરાત કરવામાં આવી છે. જેમાં લગ્ન લાયક ઉમર વટાવી ચુકેલા ઢાંઢાઓને સરકાર દ્વારા વસ્તી કન્ટ્રોલ કરવાના પ્રયાસ માં મદદરૂપ થવા માટે વર્જીન ભથ્થું આપવામાં આવશે. જોકે ઢાંઢીઓ માટે કોઈ યોજના જાહેર ન કરવામાં આવતાં બંગાળના મુખ્યમંત્રી ભમતાએ કેન્દ્ર સરકારને આડા હાથે લીધી હતી જેને ખાયાવતીએ પણ ટેકો જાહેર કર્યો હતો અને સરકારમાંથી ટેકો પાછો ખેંચી લેવા ચીમકી પણ આપી હતી. જોકે વિરોધ પક્ષોએ આ જાહેરાતને ચૂંટણી લક્ષી ગણાવી ઇલેક્શન કમિશનને ફરિયાદ કરશે તેવું જણાવ્યું હતું.
 

1 comment:

  1. સુપર રોફળા આર્ટીકલ... જોરદાર.....

    કેટલાક સમાચારો હજી આવી રહ્યા છે.

    - હાઇ સોસાયટી સમાજના સભ્યો અરસપરસ સંબંધો ઉપર શંકા કરી રહ્યા છે.
    - કોર્પોરેટ ક્ષેત્રમાં સ્પેશીયલ FVA (Forced Verginity Allowance) હેઠળ નોન-ટેક્સેબલ એલાઉન્સ મળવું જોઈએ એવી માંગ પ્રબળ બની છે. કાર્યભારના બોજા હેઠળ વર્જીનીટી અપનાવવી પડે છે એ મુદ્દા હેઠળ.
    - વર્જીનીટી બાય ફોર્સ વાળાને અનામતનો વધુ લાભ મળે એ માટે વાંઢા સમાજ એક રેલીનું આયોજન કરી રહ્યું છે.

    ReplyDelete